લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત વન જર્ની,વન ફેર અને વન ટિકીટની સેવા આપતું પ્રથમ શહેર બનશે

સુરત મહાનગરપાલિકા આગામી દિવોસમાં વધુમાં વધુ અને ઝડપી સેવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા જઈ રહી છે.જેમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા સાથે લોકો ઘરથી તેમના કામધંધાના સ્થળ સુધી સામુહિક પરિવહન સેવામાં એક જ ટિકીટથી મુસાફી કરી શકે તે માટે મ્યુનિ.તંત્ર આયોજન કરી રહી છે. આ કામગીરી સફળ થાય તો મેટ્રો,બીઆરટીએસ સીટી બસ અને પીંક ઓટો જેવા જાહેર પરિવહનના સાધનોમાં વન જર્ની,વન ફેર અને વન ટિકીટ સાથે મુસાફરી કરાવતું સુરત દેશનું પ્રથમ શહેર બની જશે.મેટ્રો સીટી તરફ દોટ કરી રહેલાં સુરત શહેરમાં આગામી દિવસોમાં મેટ્રો થવા જઈ રહી છે. ત્યારે વર્તમાનમાં સુરતમાં ટેક્સટાઇલ કોરીડોર અને ડાયમંડ કોરીડોર પર કામગીરી થઈ રહી છે. મેટ્રો ટ્રેનની શરૂઆત થશે ત્યારબાદ સુરતની વિવિધ સામુહિક પરિવહન સેવાને મેટ્રો સાથે જોડવા માટે તંત્ર આયોજન કરી રહ્યું છે. આમ વર્તમાન સમયમાં લોકોને મુસાફરી માટે અલગ-અલગ ભાડું ચુકવવું પડે છે અને અલગ-અલગ ટિકીટ લેવી પડી રહી છે. આ પ્રકારની કામગીરીથી લોકોનો સમય વધુ બગડી રહ્યો છે. પરંતુ મ્યુનિ.તંત્ર એક જ ટિકીટ પર અનેક પરિવહન સેવાનો ઉપયોગ થઈ શકે તે પ્રકારનું આયોજન કરી રહી છે.જેમાં સુરતની હેલ્થ સેવાઓ વધુ સારી બની શકે તે માટે મસ્કતી અને સ્મીમેર હોસ્પિટલ અને આરોગ્ય સેન્ટરમા સારવાર લેતાં દર્દીઓ માટે એચએમઆઈએસનું અમલીકરણ કરવામાં આવશે.જેના માટે બજેટમાં રૂ.7.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત સુરત મ્યુનિ.તંત્રે મનીકાર્ડ પણ લોન્ચ કર્યું છે,જેનો ઉપયોગ કરીને લોકો ટિકીટની ખરીદી કરી શકે છે.જેમાં 40 ટકાથી વધુ અપંગ લોકોને બીઆરટીએસ અને સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરી માટેની છુટ અત્યારથી આપવામાં આવી રહી છે.