લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / નવસારીમાં વાવાઝોડાના કારણે કેરી ખરી જતા ખેડૂતોનું નુકશાન ભાવમા ઘટાડો થયો

વાડા ગામના ખેડૂત વિમલ પટેલના જણાવ્યા મુજબ કેરી ઉપરાંત ચીકુ શેરડી અને ડાંગરના પાકમાં પણ વ્યાપક નુકસાની થવા પામી છે. ત્યારે ખેડૂતો આખું વર્ષ ખાતર-પાણી સહિત અન્ય મજૂરી કરીને કેરીના સિઝનની કાગડોળે રાહ જોતા હોય છે તેવામાં વાવાઝોડાએ બાજી બગાડી છે તેવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકારના રાહત પેકેજની જાહેર થાંય તેવી આશા રાખી રહ્યા છે, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા હાલ તેઓ ઝાડ પર વધેલી કાચી માંડ 20 થી 30 ટકા કેરીને બજાર વેચાણ અર્થે મૂકી આર્થિક ફાયદો મેળવશે,જે દરવર્ષ કરતા ઓછો હશે.