લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અમેરિકાથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ, તમામ મુસાફરો સુરક્ષિત

ટેક્નિકલ ખામીના કારણે અમેરિકાથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ સમયે ફ્લાઇટમાં 300 મુસાફરો હતા. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ટીમ પહેલેથી જ તૈનાત હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓઈલ લીક થયા બાદ એન્જિન બંધ થઈ ગયું અને બાદમાં ફ્લાઈટ સ્ટોકહોમમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ. અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન દરમિયાન બીજા એન્જિનના ડ્રેઇન માસ્ટમાંથી તેલ નીકળતું જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે (20 ફેબ્રુઆરી), ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી.

દિલ્હી એરપોર્ટ પર મંગળવારે (21 ફેબ્રુઆરી) મોડી રાત્રે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરો અને એરલાઈન સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જ્યારે ફ્લાઈટ ચાર કલાકથી વધુ મોડી પડી હતી. દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં સવાર એક પેસેન્જરે જણાવ્યું હતું કે ફ્લાઈટ AI-805નો સમય રાત્રે 8 વાગ્યાનો હતો પરંતુ તેને ત્રણ વખત બદલવામાં આવ્યો હતો. ફ્લાઇટ લગભગ 12.30 વાગ્યે ટેકઓફ થઈ હતી.